ટેસ્ટ : કવોન્ટિટિવ એપ્ટિટ્યૂડ ટેસ્ટ - 02

1. 
A, B અને C નું સરેરાશ વજન 45 kg છે, A અને B નું સરેરાશ વજન 40 kg અને B અને C નું સરેરાશ વજન 43 kg છે. તો B નું વજન કેટલું હશે ?
2. 
6 + 2 × (9 – 4) ÷ 2 ની કિંમત શોધો.
3. 
40 અને 50 ની વચ્ચે કેટલી અવિભાજ્ય સંખ્યાઓ છે ?
4. 
દિવ્યાએ ₹3,50,000 માં કાર ખરીદી અને ₹4,35,000 માં વેચી. તેના નફાની ટકાવારી કેટલી છે ?
5. 
x = 41% - (9 + 5 + 13)%
6. 
જો x + y = 7 અને xy = 12, તો (x² + y²) = ?
7. 
(66)² - (34)² = ?
8. 
0.5 × 5 + 0.25 × 0.5 + 0.5 = ?
9. 
જો એક રમકડું ₹10.80 માં વેચાય છે, ત્યારે 10% નું નુકસાન થાય છે તો 20% નફો કરવા માટે તેને કેટલામાં વેચવું જોઈએ ?
10. 
8, 9, 12, 15, 20, 25 નો લઘુત્તમ સામાન્ય ગુણાંક શું છે ?
11. 
A અને B ની હાલની ઉંમરનો ગુણોત્તર 2 : 3 છે. ત્રણ વર્ષ પછી આ ગુણોત્તર 3 : 4 થશે. તો A ની હાલની ઉંમર શોધો ?
12. 
4 વર્ષ પહેલા A અને B ની ઉંમરનો ગુણોત્તર 2 : 3 હતો અને 4 વર્ષ પછી આ ગુણોત્તર 5 : 7 થશે. તો તેમની હાલની ઉંમર શોધો.
13. 
100 વિદ્યાર્થીઓના વર્ગમાં, 50 વિદ્યાર્થીઓ ગણિતમાં અને 70 વિદ્યાર્થીઓ અંગ્રેજીમાં પાસ થાય છે, 5 વિદ્યાર્થીઓ ગણિત અને અંગ્રેજી બંનેમાં નાપાસ થાય છે. તો બંને વિષયમાં કેટલા વિદ્યાર્થીઓ પાસ થાય છે ?
14. 
એક પરીક્ષામાં, 41% વિદ્યાર્થીઓ અર્થશાસ્ત્રમાં નાપાસ થયા, 35% વિદ્યાર્થીઓ ભૂગોળમાં અને 39% વિદ્યાર્થીઓ ઇતિહાસમાં નાપાસ થયા, 5% વિદ્યાર્થીઓ ત્રણેય વિષયોમાં નાપાસ થયા, 14% વિદ્યાર્થીઓ અર્થશાસ્ત્ર અને ભૂગોળમાં નાપાસ થયા, 21% વિદ્યાર્થીઓ ભૂગોળમાં અને ઇતિહાસમાં નાપાસ થયા. અને 18% વિદ્યાર્થીઓ ઇતિહાસ અને અર્થશાસ્ત્રમાં નાપાસ થાય છે. માત્ર અર્થશાસ્ત્રમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની ટકાવારી શોધો.
15. 
2560 ÷ 256 - 25 = ?
16. 
5 - 4p = -3
17. 
જો x + x‾¹ =7, તો x³ + x‾³ ની કિંમત શોધો.
18. 
કોઈ રકમ પર 2 વર્ષ માટે 10% ના દરે ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજ વચ્ચેનો તફાવત ₹250 છે. તો તે રકમ શોધો.
19. 
33 ÷ 3 + 9 × 2 - 7 = ?
20. 
એક ચૂંટણીમાં માત્ર બે ઉમેદવારો હતા. હારેલા ઉમેદવારને કુલ મતોના 48% મત મળ્યા અને તેમના હરીફને 6000 વધુ મત મળ્યા અને 3% મતોના માર્જિનથી જીત્યા. અમાન્ય મતોની સંખ્યા કેટલી હતી ?
21. 
સ્મિતાએ એક ચોક્કસ રકમ સાદા વ્યાજ પર પહેલાં બે વર્ષ માટે વાર્ષિક 6% ના વ્યાજ દરે ત્યાર બાદ 4 વર્ષ માટે વાર્ષિક 9% ના વ્યાજ દરે અને આ 6 વર્ષના સમય ગાળા બાદના સમયમાં વાર્ષિક 12% વ્યાજના દરે ઉછીના લીધા. જો સાત વર્ષના અંતે તેણે કુલ રૂા. 9600/- વ્યાજ પેટે ચૂકવ્યા હોય તો તેણે કેટલી રકમ ઉધાર લીધી હશે ?
22. 
એક સંખ્યાના 65% અને તેજ સંખ્યાની 12% ની કિંમતનો તફાવત 16960 છે. તો તે સંખ્યાના 72% ની કિંમત શું થાય ?
23. 
કુલ 1080 ગુણની પરીક્ષામાં વિદ્યાર્થીએ સર્ટીફીકેટ મેળવવા માટે ઓછામાં ઓછા 648 ગુણ મળવા જોઇએ. જો રીમાએ 604.8 ગુણ મેળવ્યા હોય તો તેણીએ કેટલા ટકા થી સર્ટીફીકેટ ગુમાવ્યું ?
24. 
અજીત 186 કિમી ના અંતરની મુસાફરી કરે છે. જેમાંથી થોડા અંતરની મુસાફરી સાયકલ દ્વારા 12 કિમી પ્રતિ કલાકની ઝડપે અને બાકીના અંતરની મુસાફરી બસ દ્વારા 72 કિમી પ્રતિ કલાકની ઝડપે કરે છે. અજીતે બસ દ્વારા કેટલું અંતર કાપ્યું હશે ?
25. 
તીર્થે ₹45,000/-ની રકમ 5% ના સાદા વાર્ષિક વ્યાજ દરે બે વર્ષ માટે ઉછીની લીધી તેમાંથી તેણે ચિરાગને ₹20,000/- 4% ના સાદા વાર્ષિક વ્યાજ દરે અને બાકીની રકમ અતીતને 7% ના સાદા વાર્ષિક વ્યાજ દરે બે વર્ષ માટે ઉછીના આપ્યા. આ લેવડ-દેવડના વ્યવહારમાં તીર્થને થયેલ નફો અથવા ખોટ શોધો.
26. 
એક મંદીરમાં છ (Six) ઘંટડીઓ અનુક્રમે 2, 4, 6, 8, 10 અને 12 સેકંડે વાગે છે. આ સંજોગોમાં 30 મીનીટમાં બધી ઘંટડીઓ, એકી સાથે કેટલી વખત વાગશે ?
27. 
સંખ્યા A ના 20% નું મૂલ્ય, B બરાબર થાય છે, આ સંજોગોમાં B ના 20% નું મૂલ્ય A ના કેટલા ટકા (%) થશે ?
28. 
એક કામ A - 6 દિવસમાં, B - 8 દિવસમાં પૂર્ણ કરી શકે છે. A, B અને C ત્રણેય ભેગા મળીને તે કામ ત્રણ દિવસમાં પૂર્ણ કરે છે અને તે માટે તેઓને ₹3200 મજૂરી મળે છે. આ સંજોગોમાં C ને કેટલા ₹ મજૂરી મળશે ?
29. 
કેપ્ટન અને સૈનિકોનું 1200 વ્યક્તિઓનું જૂથ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યું છે. દર 15 સૈનિકો માટે એક કેપ્ટન હોય છે. ગ્રુપમાં કેપ્ટનની સંખ્યા કેટલી છે ?
30. 
ભરવાડ પાસે 17 ઘેટાં છે. નવ સિવાય બધા મૃત્યુ પામ્યા. તેની સાથે કેટલાં ઘેટાં બચ્યાં ?