ટેસ્ટ : કવોન્ટિટિવ એપ્ટિટ્યૂડ ટેસ્ટ - 05

1. 
પ્રથમ 10 બેકી સંખ્યાઓની સરેરાશ શોધો.
2. 
એક વસ્તુને ₹3000માં વેચવાથી 20% નફો થાય છે જો તે વસ્તુને ₹2400 માં વેચવામાં આવે તો કેટલો નફો/ખોટ થાય ?
3. 
એક વેપારી 20 લીટર તલનું તેલ, 30 લિટર કોપરેલ અને 10 લિટર સરસવનું તેલ અનુક્રમે ₹12,000, ₹15,000 અને ₹3000માં ખરીદે છે. તે આ ત્રણેય તેલનું મિશ્રણ તૈયાર કરી ₹800 પ્રતિ લિટર વેચે છે. 10 લિટર તેલ વેચવાથી તેને કેટલો નફો મળશે ?
4. 
અજયની ઊંચાઈ અમિત કરતા વધારે છે પરંતુ રોહિત કરતાં ઓછી છે. રાહુલની ઊંચાઈ સૌથી ઓછી છે. તેમને ઊંચાઈ પ્રમાણે ચડતા ક્રમમાં ગોઠવતા તે ક્રમ કયો હશે ?
5. 
3 પમ્પને 8 કલાક પ્રતિદિન ચાલુ રાખી એક પૂર્ણ ભરેલી ટાંકી 2 દિવસમાં ખાલી કરી શકાય છે. તો તે જ ટાંકીને 1 દિવસમાં ખાલી કરવા 4 પમ્પને કેટલા કલાક ચાલુ રાખવા પડશે ?
6. 
३ 28,000 નું 2 વર્ષનું 12.5 % વ્યાજ દરે ચક્રવૃધ્ધિ વ્યાજ કેટલું થશે ?
7. 
નીચે પૈકી કઇ સંખ્યા અવિભાજ્ય છે ?
8. 
X એક કામ 12 દિવસમાં કરે છે. Y એ X કરતાં 60% વધારે કાર્યક્ષમ છે. તો Y એકલો તે કામ કેટલા દિવસમાં કરશે ?
9. 
X એક કામ 12 દિવસમાં કરે છે. Y અને X સાથે એ જ કામ 8 દિવસમાં કરે છે. તો Y એકલો તે કામ કેટલા દિવસમાં કરશે ?
10. 
55000 (1 + 0.05)² = _______
11. 
x - 1/x = 3 હોય તો x³ - 1/x³ ની કિંમત શોધો.
12. 
0.75 = 100x હોય તો x = _______
13. 
30x = 3630 હોય તો x = _______
14. 
0.003 = 0.01x હોય તો x = _______
15. 
નીચે આપેલા વિકલ્પો પૈકી કયું વિધાન સત્ય છે ?
16. 
બે વિષયોની એક પરીક્ષામાં 80 વિદ્યાર્થીઓ પૈકી 45 વિદ્યાર્થીઓ એક વિષયમાં પાસ, 25 વિદ્યાર્થીઓ બીજા વિષયમાં પાસ અને 15 વિદ્યાર્થીઓ બંને વિષયમાં પાસ છે, તો કેટલા વિદ્યાર્થીઓ બંને વિષયોમાં નાપાસ છે ?
17. 
નીચેના પૈકી કઈ જોડ અન્ય જોડથી અલગ પડે છે ?
18. 
15, 24, 32 અને 41 માં કઈ સંખ્યા ઉમેરવામાં આવે તો તેની સરેરાશ 34 આવે ?
19. 
એક કારની ઝડપ પ્રતિ કલાક 72 કિલોમીટરની છે. તો તેની ઝડપ પ્રતિ સેકન્ડ કેટલા મીટરની થાય ?
20. 
રોમન પદ્ધતિ અનુસાર LXIX તરીકે દર્શાવેલ અંકો નીચે પૈકી કઈ સંખ્યા દર્શાવે છે ?
21. 
એક ચૂંટણીમાં એક ઉમેદવારને કુલ મતના 40% મત મળે છે અને તેના પ્રતિસ્પર્ધીને 160 મતથી હરાવે છે, તો ચૂંટણીમાં કુલ કેટલા મત પડેલા હશે ?
22. 
કોઈપણ સદીનો છેલ્લો દિવસ નીચે પૈકી કયો વાર ન હોય શકે ?
23. 
1332 ÷ 6 ÷ 3 = _______
24. 
318 x 318 + 282 × 282 = ?
25. 
બે સંખ્યાઓનો લઘુત્તમ સાધારણ અવયવ 325 છે અને તેનો ગુરૂત્તમ સાધારણ અવયવ 10 છે. જો બે પૈકી એક સંખ્યા 25 હોય તો બીજી સંખ્યા કઈ હશે ?
26. 
જો a : b = 5 : 7 અને b : c = 7 : 3 હોય તો a : c = ________ થશે.
27. 
એક વર્ગમાં 40 વિદ્યાર્થીઓ છે, જેની સરેરાશ ઉંમર 16 વર્ષ છે. એક વિદ્યાર્થી કે જેની ઉંમર 18 વર્ષ છે તે અભ્યાસ છોડીને જતો રહે છે અને બીજો નવો વિદ્યાર્થી દાખલ થાય છે તો નવા વિદ્યાર્થીની ઉંમર કેટલી હશે ?
28. 
મહેશ એક કામને 18 દિવસોમાં પૂરું કરી શકે છે અને રમેશ આ કામ 12 દિવસોમાં પૂરું કરી શકે છે. બંને મળીને તે કામને કેટલા દિવસોમાં પૂરું કરી શકે ?
29. 
4.036 ÷ 0.04 = _______
30. 
264 ના 60% = _______