ટેસ્ટ : ગુજરાતનો ઇતિહાસ & ભૂગોળ ટેસ્ટ - 28

1. નીચે આપેલ વિધાનો પૈકી કયો/કયા વિધાન/વિધાનો ખોટો/ખોટા છે ?
   1. થોળ પક્ષી અભ્યારણ્ય - મહેસાણા
   2. રામપરા અભ્યારણ્ય - મોરબી
   3. જાંબુઘોડા અભ્યારણ્ય - પંચમહાલ
   4. સુરપાણેશ્વર અભ્યારણ્ય - બનાસકાંઠા
2. નીચે આપેલ વિધાનો પૈકી કયો/કયા વિધાન/વિધાનો ખોટો/ખોટા છે ?
   1. ગાંધીજીના અંગત સચિવ મહાદેવભાઇ દેસાઇ હતા.
   2. ગાંધીજીએ વકીલાતની શરૂઆત બોમ્બે હાઇકોર્ટથી કરી હતી.
   3. ગાંધીજીને ઇ.સ.1918માં કેસર-એ-હિંદનો ખિતાબ મળ્યો હતો.
   4. નવેમ્બર 1898માં 18 વર્ષના ગાંધી અમદાવાદની હાઈસ્કૂલમાંથી સ્નાતક થયા.
3. નીચે આપેલ વિધાનો પૈકી કયો/કયા વિધાન/વિધાનો ખોટો/ખોટા છે ?
   1. મહાગુજરાત ચળવળના પ્રણેતા શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકનો જન્મ નડિયાદમાં થયો હતો.
   2. ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ વખત રાષ્ટ્રપતિ શાસન 1976માં લદવામાં આવ્યું હતું.
   3. ગાંધીજી દ્વારા ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના 18 ઓક્ટોબર, 1920 થઈ હતી.
   4. માનવધર્મ સભાના સ્થાપક કરસનદાસ મૂળજી હતા.
4. નીચે આપેલ વિધાનો પૈકી કયો/કયા વિધાન/વિધાનો ખોટો/ખોટા છે ?
   1. ગુજરાતમાં મરાઠા શાસનનો પ્રારંભ 1770થી થયો હતો.
   2. ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ ગોપાલ ક્રુષ્ણ ગોખલે હતા.
   3. ગુજરાત લલિતકલા અકાદમી ગાંધીનગરમાં આવેલી છે.
   4. કાળિયાર માટેનું રાષ્ટ્રીય ઉદ્યાન ભાવનગર જિલ્લામાં આવેલું છે.
5. નીચે આપેલ વિધાનો પૈકી કયો/કયા વિધાન/વિધાનો ખોટો/ખોટા છે ?
   1. ગુજરાત મહિલા આયોગની રચના 2005માં કરવામાં આવી હતી.
   2. મોઢેરાનું સૂર્યમંદિર ભીમદેવ પહેલાના સમયમાં બંધાયું હતું.
   3. ગુજરાત રાજ્યમાં ' સરદાર સ્વરાજ આશ્રમ ' બારડોલીમાં આવેલો છે.
   4. તાપી નદી નીલગીરી પર્વતમાળામાંથી નીકળે છે.
6. નીચે આપેલ વિધાનો પૈકી કયો/કયા વિધાન/વિધાનો ખોટો/ખોટા છે ?
   1. કારગિલ વિજય દિવસ 26 જુલાઈ એ મનાવાય છે.
   2. ગાંધીજીએ દાંડીકૂચ 1930માં કરી હતી.
   3. ગિરનારનું પૌરાણિક નામ ઇન્દ્રગિરિ પર્વત હતું.
   4. તાત્યા ટોપે ગુજરાતમાં કાનદાસ ઉપનામ રાખીને રહ્યા હતા.
7. નીચે આપેલ વિધાનો પૈકી કયો/કયા વિધાન/વિધાનો ખોટો/ખોટા છે ?
   1. સુરત - તાપી, કીમ, મીઢોળા, પૂર્ણા, અંબિકા
   2. રાજકોટ - ભાદર, મચ્છુ, આજી
   3. દાહોદ - અંબીકા, પુર્ણા, ખાપરી, ગીરા, ધોધલ
   4. વડોદરા - મહીસાગર, નર્મદા, જાંબુઆ, સુર્યા, વિશ્વામિત્રી, ઢાઢર
8. ગુજરાતની નદીઓ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.
   1. સૌરાષ્ટ્રની ગંગા તરીકે ઓળખાતી નદી - મેઘના
   2. સૌથી મોટી એસ્યુરી નદી - નર્મદા
   3. ઉત્તર ગુજરાતની સૌથી લાંબી નદી - લુણી
   4. ઘોડાપુરી તરીકે ઓળખાતી નદી - દમણગંગા
9. નદી અને તેના ઉદ્ભવ સ્થાન અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.
   1. શેત્રુંજી - ગીરની ઢુંઢીની ટેકરીઓમાંથી
   2. બનાસ - ભીમોરાના ડુંગરમાંથી
   3. ભોગાવો - મોરધારના ડુંગરમાંથી
   4. સૂકભાદર - ચોટીલા પાસેના ડુંગરમાંથી
10. રાષ્ટ્રીય ઉદ્યાનો અને રાજ્ય અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.
   1. કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન - ઉત્તરપ્રદેશ
   2. સુલતાનપુર રાષ્ટ્રીય ઉદ્યાન - હરિયાણા
   3. બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન - કર્ણાટક
   4. રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન - ગુજરાત
11. નીચે આપેલ વિધાનો પૈકી કયો/કયા વિધાન/વિધાનો સાચો/સાચા છે ?
   1. અડીકડીની વાવ અને નવઘણ કૂવો જૂનાગઢમાં આવેલા છે.
   2. ભારતમાં પ્રખ્યાત ‘દર્પણ એકેડમી ઓફ પર્ફોમિંગ આર્ટ’ ની સ્થાપના મૃણાલીની સારાભાઈ કરેલ છે.
   3. મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ સુધારાની જાહેરાત વર્ષ 1928માં કરવામાં આવી હતી.
   4. ગંગાની સૌથી મોટી ઉપનદી વીશ્વામિત્રી છે.
12. નીચે આપેલ વિધાનો પૈકી કયો/કયા વિધાન/વિધાનો સાચો/સાચા છે ?
   1. યુનાઇટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ (UNCTAD)નું વડુમથક જીનિવા આવેલું છે.
   2. ઈન્ટરનેશનલ એનર્જી એજન્સી (IEA)નું વડુમથક પેરિસ આવેલું છે.
   3. ગુજરાતમાં સૌપ્રથમ રેડિયો સ્ટેશન વડોદરામાં શરૂ કરવામાં આવ્યું હતું.
   4. Amazon.com નું મુખ્યાલય વોશિંગ્ટનમાં છે.
13. નીચે આપેલ વિધાનો પૈકી કયો/કયા વિધાન/વિધાનો સાચો/સાચા છે ?
   1. તપાસ પંચ ધારો 1962માં ઘડવામાં આવ્યો હતો.
   2. FIR નું પૂરું નામ First Information Report છે.
   3. જવાહરલાલ નેહરુનું અવસાન વર્ષ 1974માં થયું હતું.
   4. ડૉ. ભીમરાવ આંબેડકરનો જન્મ 14 એપ્રિલ 1891માં થયો હતો.
14. નીચે આપેલ વિધાનો પૈકી કયો/કયા વિધાન/વિધાનો સાચો/સાચા છે ?
   1. મોરારજીભાઈ દેસાઈનું સમાધિ સ્થળ અભયઘાટ નામે ઓળખાય છે.
   2. ધ નેશનલ કમીશન ફોર માઈનોરીટી એજ્યુકેશનલ ઈન્સ્ટીટયુટશનલ (NCMEI)ની સ્થાપના 11મી નવેમ્બર, 2004માં થઈ હતી.
   3. ધ નેશનલ પોલિસી ઓન એજયુકેશન (NPE)ની રચના સાલ 1996માં થઈ હતી.
   4. ગુજરાત મહિલા આયોગની રચના 2015 કરવામાં આવી હતી.
15. નીચે આપેલ વિધાનો પૈકી કયો/કયા વિધાન/વિધાનો સાચો/સાચા છે ?
   1. રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગ અધિનિયમ વર્ષ 1983માં બન્યો
   2. ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ વર્ષ 1998માં લાગુ થયો હતો
   3. નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG), ઈન્ડો ટિબેટીયન બોર્ડર પોલીસ (ITBP), બોર્ડર સિક્યુરીટી ફોર્સ (BSF) “ગૃહ મંત્રાલય” હેઠળ કામગીરી કરે છે.
   4. લોકસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ 26 છે.
16. નીચે આપેલ વિધાનો પૈકી કયો/કયા વિધાન/વિધાનો સાચો/સાચા છે ?
   1. રાજ્ય માહિતી આયોગના નિર્ણય સામે હાઈકોર્ટમાં અપીલ કરી શકાય.
   2. મફત અને ફરજિયાત શિક્ષણ અધિનિયમ (2009) (RTE)નો અમલ 1 એપ્રિલ, 2010થી થયો.
   3. શારદા એક્ટ બાળ લગ્નો અટકાવવા બાબત સાથે સંકળાયેલ છે.
   4. ‘ગેટ વે ઓફ ઈન્ડિયા’ મુંબઈમાં આવેલો છે.
17. નીચે આપેલ વિધાનો પૈકી કયો/કયા વિધાન/વિધાનો સાચો/સાચા છે ?
   1. ‘A brief history of time’ પુસ્તકના લેખક સ્ટીફન હોકિંગ છે.
   2. BISનું પૂરું નામ બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ છે.
   3. કેનેડાની રાષ્ટ્રીય રમતનું નામ હોકી છે.
   4. “ઑપરેશન ફ્લડ” કાર્યક્રમ ઘી ના ઉત્પાદન પ્રવૃત્તિ સાથે સંકળાયેલ છે.
18. નીચે આપેલ વિધાનો પૈકી કયો/કયા વિધાન/વિધાનો સાચો/સાચા છે ?
   1. “રાજીવ ગાંધી” ઈન્ટરનેશનલ એરપોર્ટ તેલંગણા રાજ્યમાં આવેલું છે.
   2. ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થા વર્ષ 1921માં કોલકત્તામાં સ્થપાયેલ.
   3. ‘કરપ્શન પર્સેપ્શન ઈન્ડેક્સ’ ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલ સંસ્થા દ્વારા જારી કરવામાં આવે છે.
   4. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની સ્થાપના ભારતમાં 1996માં કરવામાં આવી હતી.
19. નીચે આપેલ વિધાનો પૈકી કયો/કયા વિધાન/વિધાનો સાચો/સાચા છે ?
   1. નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (NATO)ની સ્થાપના 4 એપ્રિલ, 1949ના રોજ થઈ હતી.
   2. NATO નું વડુમથક બ્રસેલ્સમાં આવેલું છે.
   3. ભારત વર્ષ 2017માં SCOનું કાયમી સભ્ય બન્યું હતું.
   4. શાંઘાઈ સહયોગ સંગઠન (SCO)ની સ્થાપના વર્ષ 2001માં કરવામાં આવી હતી.
20. નીચે આપેલ વિધાનો પૈકી કયો/કયા વિધાન/વિધાનો સાચો/સાચા છે ?
   1. સરસ્વતી પુરસ્કાર ની સ્થાપના 1981માં થઇ હતી.
   2. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)નું વડુમથક : મુંબઈ
   3. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની સ્થાપના : 1 એપ્રિલ, 1945
   4. ખાલસાનીતિ લોર્ડ ડેલહાઉસી ગવર્નર જનરલે અપનાવી હતી.
21. નીચે આપેલ વિધાનો પૈકી કયો/કયા વિધાન/વિધાનો સાચો/સાચા છે ?
   1. ભારત રત્ન પુરસ્કારની સ્થાપના વર્ષ 1954માં કરવામાં આવી હતી.
   2. સાહિત્ય અકાદમી પુરસ્કારની સ્થાપના વર્ષ 1954માં કરવામાં આવી હતી.
   3. ઇન્ટરનેશનલ કબડ્ડી ફેડરેશનની સ્થાપના વર્ષ 1994માં કરવામાં આવી હતી.
   4. 19મી ઓગસ્ટે ભારતમાં રાષ્ટ્રીય રમત દિવસ મનાવવામાં આવે છે.
22. નીચે આપેલ વિધાનો પૈકી કયો/કયા વિધાન/વિધાનો સાચો/સાચા છે ?
   1. ખો-ખો ની રમતમાં કુલ 12 ખેલાડીઓ હોય છે.
   2. ‘પુટ’ શબ્દનો ઉપયોગ હોકી રમતમાં થાય છે.
   3. વૉલીબોલ રમતમાં ‘ચેરી પીકિંગ’ શબ્દનો ઉપયોગ થાય છે.
   4. ‘ડોલ્ફિન કિક’ શબ્દ સ્વિમિંગ રમત સાથે સંકળાયેલો છે.
23. નીચે આપેલ વિધાનો પૈકી કયો/કયા વિધાન/વિધાનો સાચો/સાચા છે ?
   1. ગૂગલની સ્થાપના 2000માં લેરી પેજ અને સેર્ગેઈ બ્રિન દ્વારા કરવામાં આવી હતી.
   2. ‘સોશિયલ હાર્મની’ નામનું પુસ્તક એ.પી.જે અબ્દુલ કલામ દ્વારા લખાયેલ છે.
   3. પ્રિત્ઝકર પુરસ્કારને ઘણીવાર ‘વાસ્તુશાસ્ત્રના નોબેલ પારિતોષિક’ તરીકે ઓળખવામાં આવે છે.
   4. પુલિત્ઝર પુરસ્કાર જીતનાર પ્રથમ ભારતીય ગોવિંદ બિહારી લાલ છે.
24. નીચે આપેલ વિધાનો પૈકી કયો/કયા વિધાન/વિધાનો સાચો/સાચા છે ?
   1. પદ્મ વિભૂષણ એ ભારતનો બીજો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે.
   2. ‘સરસ્વતી સન્માન’ સાહિત્ય ક્ષેત્રમાં આપવામાં આવે છે.
   3. ચૌરી ચૌરાની ઘટના 4 ફેબ્રુઆરી 1932ના રોજ બની હતી.
   4. ઓલિમ્પિક ગેમ્સ દર 5 વર્ષે યોજાય છે.
25. નીચે આપેલ વિધાનો પૈકી કયો/કયા વિધાન/વિધાનો સાચો/સાચા છે ?
   1. ભારતની આઝાદી સમયે ભારતના ગવર્નર જનરલ લોર્ડ માઉન્ટબેટન હતા.
   2. ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર મુંબઈમાં આવેલું છે
   3. ગેટવે ઓફ ઈન્ડિયાનું નિર્માણ વર્ષ 1901માં થયું હતું
   4. ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ સાલ 1998માં અમલમાં આવ્યો.
26. નીચે આપેલ વિધાનો પૈકી કયો/કયા વિધાન/વિધાનો સાચો/સાચા છે ?
   1. બક્સરનું યુદ્ધ 1764 માં લડવામાં આવ્યું હતું.
   2. INTERPOL એક આંતરરાષ્ટ્રીય પોલીસ સંસ્થા છે.
   3. વર્લ્ડ ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઈઝેશન (WIPO) નું મુખ્યાલય જીનીવા આવેલું છે.
   4. ભારત સંયુક્ત રાષ્ટ્ર(UN)માં 1945 જોડાયું હતું.
27. નીચે આપેલ વિધાનો પૈકી કયો/કયા વિધાન/વિધાનો સાચો/સાચા છે ?
   1. વિશાળ કોમ્પ્યુટર ટેકનોલોજી કંપની ઇન્ટેલનું મુખ્ય મથક કેલિફોર્નિયામાં આવેલું છે.
   2. ભારતનો માલદીવ પાડોશી દેશ વસ્તીની દ્રષ્ટિએ સૌથી નાનો છે.
   3. વિશ્વ રેડ ક્રોસ દિવસ દર વર્ષે 18 મેના દિવસે ઉજવવામાં આવે છે.
   4. વિશ્વ રેડિયો દિવસ 23 ફેબ્રુઆરી એ ઉજવવામાં આવે છે.
28. નીચે આપેલ વિધાનો પૈકી કયો/કયા વિધાન/વિધાનો સાચો/સાચા છે ?
   1. ભારતની રાજધાની કલકત્તાથી દિલ્હી ખસેડવાની જાહેરાત વર્ષ 1901માં કરવામાં આવી હતી.
   2. જંતુઓના અભ્યાસને Entomology કહેવામાં આવે છે.
   3. ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસનું મુખ્ય મથક ‘ હેગ, નેધરલેન્ડ્સ ‘ આવેલું છે.
   4. ભારતમાં પ્રથમ સંપૂર્ણ વસ્તી ગણતરી વર્ષ 1881 માં હાથ ધરવામાં આવી હતી.
29. નીચે આપેલ વિધાનો પૈકી કયો/કયા વિધાન/વિધાનો સાચો/સાચા છે ?
   1. શિવાજીનો જન્મ શિવનેરના કિલ્લામાં થયો હતો.
   2. ગ્વાલિયર રાજ્યની સ્થાપના જીવાજીરાવ સિંધિયાએ કરી હતી.
   3. શિવાજીનો રાજ્યાભિષેક રાયગઢમાં થયો હતો.
   4. શિવાજીના વહીવટમાં વડા પ્રધાનને ‘પેશ્વા’ કહેવામાં આવતા હતા.
30. નીચે આપેલ વિધાનો પૈકી કયો/કયા વિધાન/વિધાનો સાચો/સાચા છે ?
   1. બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીના પ્રથમ ગવર્નર થોમસ સ્મિથ હતા.
   2. વાસ્કો દ ગામા પોર્ટુગલના રહેવાસી હતા.
   3. વાસ્કો દ ગામા વર્ષ 1488માં ભારતના કાલિકટમાં ઉતર્યા હતા.
   4. જયપુરમાં દેશની પ્રથમ માર્શલ આર્ટ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે.